રોહિત શર્માએ તોડ્યો આફ્રિદીનો રેકોર્ડ ફટકારી સૌથી ઝડપી ૨૦૦ સિક્સ

1048

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પાંચમી વનડેમાં રોહિત શર્મા (૫૬ બોલ, ૬૩ રન, ૫ ફોર, ૪ સિક્સ)એ બીજી સિક્સ ફટકારતના વનડે ક્રિકેટનો વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. નોંધનીય છે કે તેના વનડે કેરિયરની આ ૨૦૦મી સિક્સ હતી. આ સાથે તેણે વનડેમાં સૌથી ઝડપી ૨૦૦ સિક્સ (ઈનિંગના આધાર પર) ફટકારના બેટ્‌સમેન બની ગયો છે. તેણે પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ અફરીદીને પાછળ છોડી દીધો છે.

અફરીદીએ અહીં સુધી પહોંચવા માટે ૧૯૫ ઈનિંગ રમી હતી, જ્યારે ભારતીય ઓપનિંગ બેટ્‌સમેને ૧૮૭મી ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. મહત્વનું છે કે એક મેચ પહેલા જ ૧૬૨ રનની ઈનિંગ રમનાર રોહિત શર્માએ સિક્સ ફટકારવાના મામલામાં દિગ્ગજ બેટ્‌સમેન સચિન તેંડુલકરને પાછળ છોડ્યો હતો. રોહિત શર્માએ ૧૩૭ બોલની ઈનિંગમાં ૨૦ ચોગ્ગા અને ૪ છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ તેના નામે કુલ ૧૯૮ છગ્ગા થઈ ગયા હતા.

સૌથી ઓછી ઈનિંગમાં ૨૦૦ સિક્સ સુધી પહોંચવાના મામલામાં રોહિત, અફરીદી બાદ એબી ડિવિલિયર્સ (૨૧૪)નો નંબર આવે છે. ચોથા નંબર પર બ્રેન્ડન મેક્કુલમ (૨૨૮) છે, જ્યારે પાંચમાં નંબર પર ક્રિસ ગેલ (૨૪૧) છે.

Previous articleતુસલી કુમારે ’દેખતે દેખતે’ના વર્જનથી લોકોનું દિલ જીત્યું!
Next articleઇવાન્સની જેસિકા બેલ અને ક્રિસ્ટીના સાથે હજુય મિત્રતા