ચૂંટણી પંચે આજે ૧૪ નવેમ્બરથી ગાંધીનગરમાં કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો છે. ચૂંટણી પંચે ૯ ડીસેમ્બર અને ૧૪ ડીસેમ્બરે એમ બે તબક્કામાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. ૧૪ નવેમ્બરના રોજ પ્રથમ તબક્કાના મતદાન અંગે જાહેરનામું પણ બહાર પડાશે. ચૂંટણીના સંદર્ભમાં મળતી ફરિયાદોનું ઝડપથી અને અસરકારક રીતે નિરાકરણ આવે તે માટે સામાન્ય વહીવટી વિભાગ, ચૂંટણી પ્રભાગ, બ્લોક નંબર ૬, બીજો માળ, સરદાર ભવન, સચિવાલય ગાંધીનગરમાં એક કન્ટ્રોલ રૂમ કાર્યરત થશે.