ભાજપના ૭૮ પ્રભારી-ઈન્ચાર્જ-સહ ઈન્ચાર્જમાં એક પણ મહિલાને સ્થાન નહીં

1047

દેશમાં ત્રણ રાજ્યોમાં ચૂંટણીના ઢોલ પીટાઈ રહ્યાં છે. ત્યારે સૌની નજર ગુજરાત પર છે.

ગત લોકસભામાં ગુજરાતની ૨૬ બેઠકો જીતીને ભાજપે કોંગ્રેસના સૂપડા સાફ કરી નાંખ્યાં હતાં. પરંતું હવે ભાજપે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જીત છતાં હારને ફરીથી ભવ્ય જીતમાં તબદીલ કરવા માટે ભાજપે પણ તૈયારીઓ આરંભી છે. તેના ભાગરૂપે ભાજપે રાજ્યની તમામ ૨૬ લોકસભા બેઠકો જીતવા કમર કસી છે. આ માટે તમામ લોકસભા બેઠકો માટે ૨૬ પ્રભારીઓની નિમણૂંક કરી દીધી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી.  રાજ્યની ૨૬ લોકસભા બેઠક માટે એક પ્રભારી ઉપરાંત ઈન્ચાર્જ અને સહ ઈન્ચાર્જની પણ નિમણૂક કરવામાં આવી છે. આ તમામ બેઠક પર નેતાઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે.

ભાજપે જેમને પણ જવાબદારી આપી છે, તેઓ ભાજપને જીત અપાવવા માટે અત્યારથી જ કામગીરી શરૂ કરી દેશે તેવો વાઘાણીએ વિશ્વાસ દાખવ્યો હતો. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરીને રાજ્યની તમામ ૨૬ બેઠકો પર જીત મેળવીને કોંગ્રેસના સૂપડાં સાફ કરી નાંખ્યાં હતાં. જો કે મજાની વાત એ છે કે, ભાજપે ૨૬ લોકસભા બેઠકો માટે ૨૬ પ્રભારી, ૨૬ ઈન્ચાર્જ અને ૨૬ સહ-ઈન્ચાર્જ નિમ્યા તેમાં એક પણ મહિલા નથી. ભાજપ મહિલા સશક્તિકરણની વાતો કરે છે પણ જવાબદારી આપવાની વાત આવે ત્યારે તેને મહિલાઓ યાદ નથી આવતી તેનો આ પુરાવો છે.

Previous articleરાજયની યુવા પોલીસીના ઘડતર માટે સેમિનાર યોજાયો
Next articleસતર્કતા જાગરૂકતા સપ્તાહ હેઠળ  નુક્કડ નાટક ભજવાયું