દિલ્હી. ડેલીહન્ટ, ભારતની ઈં ૧, સમાચાર અને સ્થાનિક ભાષાની કન્ટેન્ટ એપ્લિકેશન, એ આજે તેના પ્રતિષ્ઠિત “ટ્રસ્ટ ઓફ ધ નેશન” માટેના પરિણામોની જાહેરાત કરી છે, નીલસન ઇન્ડિયા સાથે ભાગીદાર તરીકેની ડેલીહન્ટ દ્વારા રાજકીય સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેને દેશના સૌથી મોટા અને સૌથી નિર્ણાયક સ્વતંત્ર રાજકીય ડિજિટલ સર્વેમાં વર્ણવવામાં આવે છે, જેમાં ભારત અને વિદેશના ૫૪ લાખથી વધુ વોટોનો સમાવેશ થાય છે.
આ સર્વેક્ષણમાં ભારતના કુલ મતદારો આવરી લેવામાં આવ્યા છે, એટલે કે ભારતના પ્રથમ વખત નોંધાયેલા મતદારોની સક્રિય સહભાગિતા સાથેના મુખ્ય મેટ્રો શહેરો સહીત નાના ગામોને પણ આવરી લેવામાં આવ્યા છે.
દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ, ભારત બિયોન્ડ ઇન્ડિયા સૌથી નિર્ણાયક સ્વતંત્ર રાજકીય ડિજિટલ સર્વેમાં ડેલીહન્ટ પ્રેસિડેન્ટ ઉમંગ બેદી ઘ્વારા જણાવવામાં હતું કે “ટ્રસ્ટ ઓફ ધ નેશન” સર્વે વાસ્તવિક ભારતના લોકોને સક્ષમ કરવા માટે એક યોગ્ય મંચ પર તેમના અવાજને મોટી સંખ્યામાં શેર કરવા માટે છે. અમે વર્તમાન ભારતીય સેન્ટિમેન્ટમાં ખૂબ જ સાહજિક પલ્સ પ્રદાન કરીએ છીએ તે ડેટાના વસ્તી વિષયક, સામાજિક, સ્થાન, રાજ્ય અને ભાષાના વિશિષ્ટ કટ સાથે સમૃદ્ધ, ઊંડા અને અર્થપૂર્ણ ડેટા પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા છીએ. ’ટ્રસ્ટ ઓફ ધ નેશન’ નો વિચાર ડેલીહન્ટના મિશન સાથે ’એક ઇન્ડિક પ્લેટફોર્મ’ બનવા માટે માહિતીને સમૃદ્ધ કરે છે.
નીલસન ગ્લોબલ મેઝરમેન્ટ અને ડેટા એનાલિટિક્સ કંપની છે જે વિશ્વભરના ગ્રાહકો અને બજારોમાં ઉપલબ્ધ સૌથી સંપૂર્ણ અને વિશ્વસનીય વ્યુ આપે છે છે. અમે આ સર્વેક્ષણનો ભાગ બનવામાં ખુશી અનુભવીએ છીએ, જ્યાં અમે અમારી ગોલ્ડ સ્ટાન્ડર્ડ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો અને તારણો પર પહોંચવા માટે ડેલીહન્ટ પ્લેટફોર્મ્સમાંથી મેળવેલા ડેટાનું વિશ્લેષણ કર્યું હતું, “નીલસન – દક્ષિણ એશિયાના પ્રમુખ પ્રસુન બસુએ જણાવ્યું હતું.