દિનેશ બાંભણિયાની મુશ્કેલીમાં વધારો, સેશન્સ કોર્ટે ઈશ્યુ કર્યું બિનજામીન પાત્ર વોરંટ

561

રાજદ્રોહ કેસમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ કન્વીનર દિનેશ બાંભણિયા સામે બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યુ કરાયું છે. છેલ્લી બે મુદ્દતથી દિનેશ બાંભણિયા કોર્ટમાં હાજર ન રહેતા હોવાથી અમદાવાદ સેશન્સ કોર્ટે બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યું કર્યું છે. ગત મુદ્દતે પણ તેમના પિતાની તબિયત નાદુરસ્ત હોવાની કોર્ટમાં રજૂઆત કરી હતી અને ગેરહાજર રહ્યા હતા તેથી સેશન્સ કોર્ટે દિનેશ બાંભણિયા સામે બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યું કર્યું છે.

અહીં નોંધનિય છે કે, કેટલાક મતભેદને લીધે અલગ થયેલા દિનેશ બાંભણિયાએ હાર્દિક પટેલના ઉપવાસ વખતે સરકાર સામે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. કહ્યું હતું કે, સરકાર પાટીદારો સાથે વ્હાલા દવાલાની નીતિ અપનાવી રહી છે જો સરકાર નહીં જાગે તો પરિણામ ભોગવવા તૈયાર રહે.

Previous articleરૈયાણી હત્યા કેસ : જયરાજને ગુજરાતમાં પ્રવેશવાની બહાલી
Next articleULC એકટ રદ થયા બાદ જમીન સંચાલિત ન રહી શકે