જાફરાબાદ તાલુકા રાજપુત મહાસંઘ તેમજ હિન્દુ સમાજ આગેવાનો દ્વારા પદ્માવતીને ખોટી રીતે રૂપિયા કમાવવા જ કાલ્પનિક ફિલ્મ બનાવનાર સંજય લીલા ભણસાળી ઉપર ફિલ્મ ન રીલે થવા દેવા સમસ્ત હિન્દુસ્તાનના રાજપૂતો સાથે જાફરાબાદ તાલુકાના રાજપૂતોએ જોરદાર વિરોધ સાથે મામલતદારને આવેદન અપાયું હતું.
સમસ્ત હિન્દુસ્તાનમાં ૩૬ શાખાના રાજપુતો તેમજ રાજપુતો સાથે સીધી લીટીનો પારીવારીક સંબંધ ધરાવતો કાઠી ક્ષત્રિય સમાજ રોષે એટલી હદે ભરાયો છે. જેમા પદ્માવતી ઉપર નહીં રાજપૂત તેમજ કાઠી ક્ષત્રિય સમાજ માથે ઘાઉ છે માટે હિન્દુસ્તાનના કોઈપણ ખુણે રાજપુતો, કાઠી ક્ષત્રિયો સાથે સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાણી છે. એટલે ક્યાય આ ફિલ્મ રીલે નહીં થવા દઈએ અને હવે તો ત્યાં હદ થઈ છે કે સંજય લીલા ભણસાળી હિન્દુ જ નહીં હોય અને તે સમસ્ત રાજપુતો, કાઠી ક્ષત્રિયો અને સમસ્ત હિન્દુ સમાજની જાહેરમાં માફી માંગે અને કાયદેસર કોર્ટમાં માનહાનીનો જોરદાર પડઘો પડે તે માટે ફિલ્મને જાહેરમાં બાળી નાખે નહીતર હિન્દુસ્તાનમાં કોઈપણ ઉગ્ર આંદોલન બને જે નુકશાની થાય તેની તમામ જવાબદારી આ કહેવાતા લેભાગુ સર્જક સંજય લીલા ભણસાળીની રહેશે અને જાફરાબાદ રાજપૂત સમાજના રોહીસા આગેવાન મહેન્દ્રસિંહ વાળા તેમજ રાજપૂત સમાજના જશુભા એમ. વાળા સાથે હિન્દુ સમાજ આગેવાનો વિજાણંદભાઈ વાઘેલા તેમજ ભુપતભાઈ વાઘેલા પણ જોડાયા હતા અને આવેદન જાફરાબાદના મામલતદાર ચૌહાણને આપતા કહ્યું કે, રાજ્ય સરકાર થી કેન્દ્ર સરકારમાં સમસ્ત રાજપુતો તેમજ સમસ્ત હિન્દુ સમાજ વતી કે આવા ડાયરેક્ટરો પ્રોડ્યુસરો ગમે તે હોય હિન્દુસ્તાનમાં આવી ખોટી ફિલ્મો બનાવી અરાજકતા ઉભી કરનારને જેલ ભેગા કરો કા દેશ નિકાલ કરો તેવી ઉગ્ર માંગણી પણ કરાઈ હતી.