રાજુલા બ્રહ્મ સમાજ પરશુરામ ગૃપની મળેલ બેઠકમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે કનકભાઈની વરણી થતા બ્રહ્મ સમાજના મોભીઓ તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શુભેચ્છાઓ પાઠવાઈ હતી.
રાજુલા ખાતે બ્રહ્મ સમાજ પરશુરામ ગ્રુપની અગત્યની બેઠક મળી જેમાં સર્વાનુમતે સંઘવી હાઈસ્કુલના દિપક સમાન કનકભાઈની સર્વાનુમતે વરણી થતા સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ બ્રહ્મ સમાજ આગેવાનો ભાનુદાદા રાજગોર દુષ્યંત ભટ્ટ સંઘવી હાઈસ્કુલનોસ્ટાફ દ્વારા પરશુરામ યુવા ગ્રુપના ઉપપ્રમુખ જયેશભાઈ જોષી મહામંત્રી જયેશભાઈ દવે (બાલુ) અને હરેશભાઈ તરૈયાની ખજાનચી તરીકે કે વરણીનો સૌએ હરખથી મીતેશભાઈ મહેતા, મનીષભાઈ મહેતા (બ્રહ્માણી) દુષ્યંત ભટ્ટ સહિત બ્રહ્મ સમાજના આગેવાનોએ આવકારેલ છે.