આજરોજ રાજુલા તાલુકા પંચાયતમાં ખેડૂતોને ઓનલાઈન મગફળીની ખરીદીના ફોર્મ ભરવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય તેઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા આ અંગેની એક મીટીંગ તાલુકા પંચાયતમાં રાખવામાં આવી અને તેમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે તલાટી મંત્રીઓ સાથે વિચાર વિમર્શ કરી અને આ અંગે તાલુકા પંચાયતમાંથી જ ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી આ ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ લાડુ મોર તથા ઉપપ્રમુખ ઘાખડા દ્વારા પ્રશંસનીય કામગીરી કરી અીને ખેડૂતોને ઓનલાઈન મગફળીની ખરીદીમાં ફોર્મ ભરવાની પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં ખૂબ જ સાથ સહકાર આપી અને ખેડૂતોમાં વા વાય મેળવી હતી આ ફોર્મ ભરવાની કામગીરીમાં ખેડૂતો સાથે રહીને ખેડૂતોની વચ્ચે રહેતા નેતાઓની છાપ બંનેને ઉભી થયેલ છે રાજુલામાં આ રીતે સૌપ્રથમ વાર જ તાલુકા પંચાયતના પ્રમુખ અને પ્રમુખ દ્વારા સાથે રહીને ખેડૂતોને મગફળીના ટેકાના ભાવની ખરીદીનાં ફોર્મ ઓનલાઈન ભરવાની કામગીરી કરવામાં આવેલ છે જેને સૌ ખેડૂતોએ પણ આવું કરેલ છે.