ધંધુકા તાલુકા હેલ્થ ઓફિસે સપ્તધારાથી સ્વાસ્થ્ય કાર્યક્રમનો વર્કશોપ યોજાયો

922

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના વડા ડો.શિલ્પા યાદવની સુચના અને માર્ગદર્શન અનુસાર તાલુકા કક્ષાનો વર્કશોપ અમદાવાદ જિલ્લાના ક્વોલિટી મેડિકલ ઓફીસર ડો.સ્વામી કાપડીયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતો. પ્રારંભીક જાણકારી તાલુકા હેલ્થ ઓફિસર ડો.દિનેશ પટેલ દ્વારા આપી હતી, સપ્તધારાના વર્કશોપને સંબોધતા ડો.દિનેશ પટેલે જણાવ્યું હતું કે સપ્તાધારાની વિવિધ કલાઓ દ્વારા જનસમુદાયમાં આરોગ્યના સંદેશાઓ પહોંચાડીને માતામરણ અને બાળમરણ ઘટાડી શકીશું. માતાઓ કિશોરીઓનું પોષણ સ્તર સુધારી શકીશું. માતાઓને પાંડુરોગથી મુક્ત કરી શકીશું. ઓછા વજનવાળા બાળકો ન જન્મે અને તંદુરસ્ત બાળકો જન્મે તે માટેની જનજાગૃતી તેમજ દિકરા દીકરી વચ્ચેના ભેદભાવ દૂર કરવા જનજાગૃતિ કરાશે. રોગચાળો અટકાવી શકીશુ. માનસીક આરોગ્ય અને બીનચેપી રોગો ડાયાબીટીસ, બી.પી., જેના માટેની જનજાગૃતિ કરાશે. આમ, સપ્તધારાથી સ્વાસ્થના સંદેશ ઘરે ઘરે ગુંજતો કરી શકાશે. જીલ્લા કક્ષાઓથી પધારેલી જીલ્લા આઈ.ઈ.સી અધિકારી વિજયભાઈ પંડીતે જણાવ્યું હતુ કે સપ્તધારાઓ જેવી કે, રંગ કૌશલ્યધારા, સર્જનાત્મકધારા, સંગીતધારા, નાટ્યધારા, નૃત્યધારા, વ્યાયામધારા, જ્ઞાનધારાઓ દ્વારા આરોગ્યના ૭+૪ ઈન્ડીકેટરમાં સુધારો લાવી શકાશે. જિલ્લા કક્ષાએથી પધારેલ ડો.સ્વામી કાપડીયાએ જણાવ્યું હતુ કે આરોગ્યના કાર્યક્રમનો લોકસમુદાય સુધી લઈ જવા માટે સપ્તધારાઓનું ખૂબજ મહત્વનું પ્રદાન છે. જીલા આઈ.ઈ.સી અધિકારી વિજયભાઈ પંડિત ડો.લલીત શાહ, અમીત પ્રજાપતી, જયદ્રથ સોલંકી સહીત સપ્તધારાના તાલીમબધ્ધ ૧૮ જેટલા આરોગ્ય કર્મચારીઓની ટીમ દ્વારા ખૂબ જ સુંદર રીતે તમામ ધારાઓનું પ્રેઝન્ટેશન કરાયું હતું.

Previous articleઆકાશ દર્શન કાર્યક્રમ યોજી ગાંધીજીને સ્મરણાંજલી અપાઈ
Next articleરામ કદી કોઈને મારતા નથી, બધાને તાર્યા છે – પૂ. બાપુ