ભાવનગર જિલ્લા જેલ ખાતે ભાવનગરના બે ફિલ્મ કલાકારો વિવેક પાઠક અને હર્ષિત ભટ્ટ દ્વારા કેદીઓના મનોરંજન માટે નિઃસ્વાર્થભાવે તથા નિઃશુલ્કપણે હાસ્યરસ પીરસતો આગવો બે કલાકનો કાર્યક્રમ ૧ર નવેમ્બરના રોજ યોજવામાં આવ્યો હતો. સમગ્ર આયોજન હેમાંગ પંડયા દ્વારા કરવામાં આવ્યું હતું અને ભાવનગર જિલ્લા જેલના જેલર શેખે માનવીય દ્રષ્ટિકોણને અને કેદીઓમાં સાત્વિક્તાના સંચાર થાય એવા હેતુને કેન્દ્રમાં રાખીને આ કાર્યક્રમ માટેની અનુમતી આપી હતી. પ્રોગ્રામમાં વિવેક પાઠકે હાસ્યરસ પીરસીને કેદીઓને ખડખડાટ હસાવ્યા હતા. જ્યારે હર્ષિત ભટ્ટે જુના ગીતો ગાયને મનોરંજન પીરસ્યુ હતું.