મહિલા પોલીસના મોત બાદ કર્મચારીઓ બેકાબુ, તોડફોડથી ૧ અધિકારી ઈજાગ્રસ્ત

964

યુપી બાદ બિહારમાં પણ પોલીસતંત્રે શિસ્તના ધજાગરા ઉડાવ્યા છે.પટનામાં એક મહિલા પોલીસ કર્મીના મોત બાદ પોલીસ કર્મચારીઓ બેકાબૂ બન્યા હતા.પોલીસ લાઈનમાં તેમણે ઉત્પાત મચાવીને ભારે તોડફોડ કરી હતી.આ દરમિયાન એક પોલીસ અધિકારીને માથામાં ઈજા પણ થઈ છે. એવો આરોપ છે કે મરનાર મહિલા પોલીસ કર્મચારી બીમાર હતી.આમ છતા તેને રજા આપવામાં આવી નહોતી અને એ બાદ તેનુ મોત નીપજ્યુ હતુ. પોલીસ કર્મચારીઓમાં એ હદે રોષ ફેલાયો હતો કે જ્યારે પોલીસ અધિકારીઓ તેમને સમજાવવા માટે પહોંચ્યા ત્યારે સીધો અધિકારીઓ પર જ તેમણે હુમલો કરી દીધો હતો.

Previous articleપેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધુ ઘટાડો : તહેવાર પર લોકોને રાહત
Next articleતેજપ્રતાપ યાદવ એશ્વર્યા સાથે છૂટાછેડા લેવા માંગે છે..!!