આતંકીઓએ ભાજપના નેતા અને તેમના ભાઈની ગોળી મારી હત્યા કરતા ચકચાર

799

જમ્મૂના કિશ્તવાડા જિલ્લામાં ગુરુવારે આતંકીઓએ ભાજપા પ્રદેશ સચિવ અનિલ પરિહાર અને તેમના ભાઈ અજીતની ગોળી મારીને હત્યા કરી દીધી છે. ઘટનાના વિરોધમાં સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે. લોકોએ હોસ્પિટલની બહાર પ્રદર્શન કર્યું હતું. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સેનાને બોલાવામાં આવી છે. ગૃહમંત્રી રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે પરિહારની હત્યાનું દુઃખ વ્યક્ત કર્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે અનિલ પરિહાર ગુરુવારે સાંજે ભાઈની સાથે દુકાનથી ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન રાહ જોઈને બેઠેલા અમુક આતંકીઓએ તેમના પર પિસ્તોલથી ગોળી ચલાવી દીધી. બંનેને ઘાયલ સ્થિતિમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા.

એક ઓફિસરે જણાવ્યું કે, આતંકીઓએ ખૂબ નજીકથી તેમના પર નિશાન તાક્યું હતું.

ઘટના પછી લોકો પરિહારના ઘરની બહાર ભેગા થઈ ગયા હતા અને પોલીસ ઓફિસર્સને અંદર જતા રોકતા હતા. પોલીસને મૃતદેહ સોંપતા અને પુરાવા ભેગા કરતાં પણ રોકવામાં આવ્યા હતા. કિશ્વાડાના ડીએમ એએસ રાણાએ આર્મીને શહેરની સ્થિતિ સંભાળવાની અપીલ કરી હતી. રાણાને આશંકા હતી કે, હુમલાના વિરોધમાં શહેરમાં હિંસા ફેલાઈ શકે છે. જેનાથી લોકોને જીવને પણ જોખમ થઈ શકે છે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ હુમલાને કાયરતાવાળી અને માનવતા વિરુદ્ધની ગણાવી છે. પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ હત્યા વિશે દુખ વ્યક્ત કર્યું છે. નેશનલ કોન્ફરન્સના જમ્મુ પ્રાંતના પ્રમુખ દેવેન્દ્ર રાણાએ કહ્યું કે, સભ્ય સમાજમાં હિંસાને કોઈ સ્થાન નથી. આશા છે કે લોકો પડકાર દરમિયાન એકબીજાને સાથ આપશે.

Previous articleતેજપ્રતાપ યાદવ એશ્વર્યા સાથે છૂટાછેડા લેવા માંગે છે..!!
Next articleરાફેલ ડિલમાં દસા કંપની મોદીને બચાવી જ રહી છે