નેશનલ પબ્લિક રેડિયોના ચીફ બિઝનેસ એડિટર પલ્લવી ગોગોઈના રેપના આરોપ પર પૂર્વ કેન્દ્રીયમંત્રી એમજે અકબરે ખુલાસો કર્યો છે. ભાજપના સાંસદ એમજે અકબરે કહ્યું છે કે, તમામ આરોપો આધાર વગરના છે. તેમનું કહેવું છે કે, પલ્લવી ગોગોઈ સાથે સહમતિથી સંબંધો ઉભા કરવામાં આવ્યા હતા અને આ સંબંધ ઘણા મહિના સુધી ચાલ્યા હતા. અકબરનું કહેવું છે કે, મોડેથી બંને સહમતિથી અલગ થઇ ગયા હતા. અકબરના પત્નિ મલ્લિકા પણ પતિના સમર્થનમાં આવી છે અને કહ્યું છે કે, પલ્લવી ખોટું બોલી રહી છે. પત્રકાર પલ્લવી ગોગોઇએ વોશિંગ્ટન પોસ્ટમાં લેખ કરીને એમજે અકબર ઉપર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું છે કે, ૨૩ વર્ષ પહેલા એશિયન એજમાં કામ કરતી વેળા અકબરે તેમની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. અકબરે કહ્યું હતું કે, ૨૯મી ઓક્ટોબરના દિવસે વોશિંગ્ટન પોસ્ટે ૨૩ વર્ષ પહેલાની ઘટનાને લઇને કેટલાક પ્રશ્નો કર્યા હતા.
અકબરે કહ્યું હતુંકે, તમામ આરોપો આધારવગરના છે. પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી અકબરનું કહેવું છે કે, ૧૯૯૪માં તેમના અને પલ્લવી વચ્ચે સહમતિથી સંબંધો બન્યા હતા. આ સંબંધો થોડાક સમય સુધી ચાલ્યા હતા. આ સંબંધના પરિણામ સ્વરુપે તેમના પારિવારિક જીવનમાં પણ તંગદિલી ઉભી થઇ હતી. જેના પરિણામ સ્વરુપે સહમતિથી ચાલી રહેલા સંબંધોનો પણ અંત આવ્યો હતો. જો કે, અકબરે કબૂલાત કરી હતી કે, આ સંબંધ બેસ્ટ મોત પર ખત થયા ન હતા. અકબરે દાવો કર્યો હતો કે, આ બંને લોકોને જાણનાર લોકો આ બાબતને લઇને પુરાવા આપી શકે છે. રેપના આરોપ બાદ એમજે અકબરના પત્નિ મલ્લિકાએ પણ બચાવમાં ઉતરીને એમજે અકબરનો બચાવ કર્યો છે. તેમનું કહેવું છે કે, પલ્લવી કયા કારણસર ખોટું બોલી રહી છે તે અંગે તેની પાસે માહિતી નથી. મી ટુ હેઠળ આ લોકો આવ્યા બાદથી એમજે અકબર પર સતત ટિકા થઇ રહી છે. એમજે અકબરના પત્નિ પણ હજુ સુધી કોઇ નિવેદન કરી રહ્યા હતા. વોશિંગ્ટન પોસ્ટમાં નિવેદન કરવામાં આવ્યા બાદ પલ્લવીને લઇને આખરે મૌન તોડવું પડ્યું છે. અકબરના પત્નિનું કહેવું છે કે, ૨૦ વર્ષ પહેલા પલ્લવી તેના પરિવારમાં દુખ અને વિવાદ માટેનું કારણ બની હતી. પલ્લવી તેમની હાજરીમાં પણ પતિ પ્રત્યે ધારાની વાત રજૂ કરતી હતી. બંને વચ્ચેના સંબંધના લીધે પરિવારમાં જોરદાર ખેંચતાણની સમસ્યા સર્જાઈ હતી. એમજે અકબરના પત્નિ મલ્લિકાએ એશિયન એજની કેક પાર્ટીનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં જણાવવવામાં આવ્યું છે કે, તેમના આવાસ ઉપર આ પાર્ટી યોજાઈ હતી. જેમાં અકબર અને પલ્લવી પણ હતા અને ડાન્સ ફ્લોર ઉપર પણ દેખાયા હતા. એમજે અકબરેની સાથે આને લઇને ઘરમાં ઘડજડો થયો હતો. તે વખતે અકબરે રાત્રે પરિવારને વધારે મહત્વ આપવાનો નિર્ણય કર્યો હતો. તુસીકા પટેલ અને પલ્લવી તેમના આવાસ ઉપર આતી હતી. ચા પાણી પીતી હતી. ઘણી વખત એવું લાગ્યં હતં કે તે સેક્સ્યુઅલ એસોલ્ટનો શિકાર છે.