આર્થિક મામલાના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યના નિવેદન પર સવાલ ઉઠાવ્યો છે. ગર્ગે શુક્રવારે સાંજે ટિ્વટર પોસ્ટ દ્વારા રૂપિયા સહિતના બીજા આર્થિક મામલામાં સારા સંકેતો મળી રહ્યાં હોવાની વાત જણાવી છે. તેમણે કહ્યું છે કે શું આ વાત બજારની નારાજગી છે.
વિરલ આચાર્યએ ગત સપ્તાહે આરબીઆઈની સ્વયત્તાનોે મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે આરબીઆઈની અવગણના કરવાને કારણે સરકારનો વિનાશ થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે જે સરકાર કેન્દ્રીય બેન્કની સ્વયત્તાનું સન્માન કરતી નથી તેણે બજારની નારાજગી સહન કરવાનો વારો આવે છે.
વિરલ આચાર્યના નિવેદનના કારણે સરકાર અને આરબીઆઈની વચ્ચેના મતભેદ પ્રકાશમાં આવ્યા હતા. બુધવારે મિડિયા રિપોર્ટસમાં કહેવામાં આવ્યું હતું કે જો સરકાર આરબીઆઈ એક્ટની કલમ ૭ને લાગૂ કરશે તો રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ રાજીનામું આપી શકે છે.