મને ફિલ્મોદ્યોગમાં ત્રીસ વર્ષ થયાં. હું શ્રી અમિતાભ બચ્ચનનો ફેન રહ્યો છું. એમની સાથે કામ કરવાની મારી વર્ષોની ઇચ્છા હતી. આજની પેઢીને ખ્યાલ નહીં આવે કે શ્રી બચ્ચન સાથે કરવું એટલે શું. એમની સાથે કામ કરીને હું ઘણું નવું શીખ્યો છું અને મારી અનુભવ સમૃદ્ધિ વધી છે એમ બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને કહ્યું હતું.
યશ રાજની મેગાબજેટ અને મલ્ટિસ્ટાર ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાનના પ્રમોશનમાં આમિર ખાન અને અમિતાભ બચ્ચન બંને હાજર હતા. આમિરના અભિપ્રાયના જવાબમાં અમિતાભ બચ્ચને કહ્યુું, આમિર એક બહુમુખી પ્રતિભા છે, એ લેખક છે, ફિલ્મ સર્જક છે, ડાયરેક્ટર છે, એડિટર છે. એની સાથે મુકાબલો કરવાનું કામ સહેલું નથી.