ઉસેન બોલ્ટનું ઑસ્ટ્રેલિયન ફૂટબોલનું સપનું પડી ભાંગ્યું

1387

કોન્ટ્રાક્ટ માટેની વાટાઘાટ નિષ્ફળ જવા પછી ટ્રાયલનો તબક્કો સમાપ્ત કરી દેવામાં મહાન સ્પ્રિન્ટર ઉસેન બોલ્ટનું ઑસ્ટ્રેલિયાના સેન્ટ્રલ કોસ્ટ મેરિનર્સ જોડે પ્રોફેશનલ ફૂટબોલર બનવાનું સ્વપ્ન પડી ભાંગ્યું હતું. આઠ વેળા ઑલિમ્પિક ચૅમ્પિયન બની ચૂકેલ બોલ્ટ ગયા ઑગસ્ટમાં ઑસ્ટ્રેલિયા આવી પહોંચ્યા પછી ફૂટબોલ ખેલાડી બનવાના પોતાના બાળપણના સ્વપ્નને સાકાર કરવા એ-લીગની ટીમ વતી રમવાના પ્રયાસમાં હતો.

૩૨ વર્ષના બોલ્ટની આવી ઈચ્છા પર વિશ્ર્‌વભરનું ધ્યાન ખેંચાયું હતું અને મોસમ પહેલાની મૈત્રીભરી મેચમાં તેણે બે ગોલ નોંધાવ્યા પછી તેના માટે ફૂટબોલ જગતમાં જબરું આકર્ષણ જાગ્યું હતું. પણ તેની આવડત પર સવાલ ઉઠાવવામાં આવ્યો હતો અને ક્લબે તેને ૩૦ લાખ ઑસ્ટ્રેલિયન (૨૧ લાખ અમેરિકન) ડૉલરનો અમુક જ હિસ્સો આપવાની ઓફર કરી હોવાનું કહેવાય છે. બોલ્ટના સંચાલકો તેના માટે આ રકમ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

Previous articleપ્રો-કબડ્ડી લીગઃ જયપુર પિંક પૈંથર્સ સામે ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટસની શાનદાર જીત
Next articleસ્મિથ-વૉર્નર વગર ઑસ્ટ્રેલિયાને ભારત ધમરોળી નાખશેઃ જેફ થૉમસન