ભારત-વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે આજે કોલકતામાં જંગ રમાશે

1102

કોલકત્તાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે આવતીકાલથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટ્‌વેન્ટી મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. જે પૈકીની પ્રથમ મેચ આવતીકાલે કોલકત્તા ખાતે રમાનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ભારતે રોહિત શર્માના નેતૃત્વમાં હવે આ શ્રેણી પર પણ કબજો જમાવવા માટે તૈયારી કરી લીધી છે. ભારતે પહેલા ટેસ્ટ મેચોની શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. ત્યારબાદ વનડે શ્રેણી ૩-૧થી જીતી લીધી હતી. હવે ટ્‌વેન્ટી-૨૦ શ્રેણી મોટા અંતર સાથે જીતવા માટે ટીમ ઇન્ડિયા તૈયાર છે. પૂર્વ કેપ્ટન ધોની વગર ભારતીય ટીમ મેદાનમાં ઉતરનાર છે. ધોનીને પડતો મુકવામાં આવ્યા બાદ ક્રિકેટ ચાહકોમાં નારાજગી જોવા મળી રહી છે.થિરુવનંતપુરમ ખાતે પહેલી નવેમ્બરના દિવસે રમાયેલી પાંચમી અને અંતિમ વનડે મેચમાં યજમાન ભારતીય ટીમે પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ પર નવ વિકેટે સરળ રીતે જીત મેળવી લીધી હતી. આની સાથે જ ભારતે વનડે શ્રેણી ૩-૧થી જીતી લીધી હતી. ૧૦૫ રનના સામાન્ય લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમે રોહિત શર્માના અણનમ ૬૩ રનની મદદથી આ મેચ જીતી લીધી હતી.  વિરાટ કોહલીએ વર્તમાન વનડે શ્રેણીમાં ત્રણ સદી ફટકારી હતી. બીજી બાજુ રોહિત શર્મા પણ બે સદી ફટકારી હતી. આ પહેલા  મુંબઇમાં રમાયેલી ચોથી વનડે મેચમાં ભારતે વિન્ડિઝ ઉપર ૨૨૪ રને જીત મેળવીને પાંચ વનડે મેચોની શ્રેણીમાં ૨-૧થી લીડ મેળવી હતી.

આ પહેલાની મેચમાં વિન્ડિઝે ભારત ઉપર જીત મેળવી હતી. જ્યારે પહેલી મેચમાં ભારતે જીત મેળવી હતી. એક મેચ ટાઈમાં પરિણમી હતી.વન ડે શ્રેણી પહેલા બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં વેસ્ટઇન્ડિઝને ૨-૦થી કચડી નાંખવામાં આવ્યા બાદ ટીમ ઇન્ડિયા ધારણા પ્રમાણે જપ્રથમ મેચમાં જોરદાર દેખાવ કર્યો હતો.

Previous articleસ્મિથ-વૉર્નર વગર ઑસ્ટ્રેલિયાને ભારત ધમરોળી નાખશેઃ જેફ થૉમસન
Next articleટી-૨૦ઃ પાકિસ્તાનનો ન્યૂઝીલેન્ડ સામે ૬ વિકેટે રોમાંચક વિજય