નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સાધારણ સભા યોજવામાં આવી હતી. આ બેઠકમાં શાસક પક્ષે વિપક્ષી નોંધ પણ લીધી ન હોય તેમ તમામ ઠરાવો રજૂ કર્યા હતા. આ સભામાં વિપક્ષને પ્રશ્નોત્તરી ન કરવા દેવાતા વિપક્ષી સભ્યોએ સભાનો ત્યાગ કરી વિરોધ નોંધાવ્યો હતો.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સાધારણ બેઠક નિલેશભાઈ રાવલના અધ્યક્ષપદે યોજાઈ હતી. જેમાં ન.પા. સમિતિની કારનો રીપેરીંગ ખર્ચ રૂા.૪૧,૩૩૪ મંજુર કરવા શાળાના પ્રવેશોત્સવ દરમ્યાન થયેલ ખર્ચ રૂા.૪ર,૩૩૩ મંજુર કરવા શાળાઓમાં સીસીટીવી કેમેરા મુકવાની ટેન્ડર પ્રક્રિયા તથા શહેરની શાળાઓમાં થતો સ્ટેશનરી તથા છાપકામ અંગેની ટેન્ડર પ્રક્રિયા તથા શાસનાધિકારીની કચેરીમાં હેડ ક્લાર્ક કમ એકાઉન્ટન્ટ તરીકે ફરજરત કર્મીના સરકારી ગેઝેટના આધારે નામ ફેરફાર કરવા અંગે મંજુરી આપવા ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ સભામાં વિપક્ષી સભ્યોએ એવા આક્ષેપ સાથે સભામાંથી વોકઆઉટ કર્યુ હતું કે કોંગ્રેસના સભ્યો દ્વારા શાળા અને બાળકોને લગતા પ્રશ્નો અંગેની પ્રશ્નોત્તરી નિયત સમય મર્યાદામાં રજૂ કરવામાં આવેલ આમ છતાં સમિતિના ચેરમેનએ મનસ્વી વર્તન દાખવી સભ્યો દ્વારા પૂછાયેલ પ્રશ્નોત્તરી કરવા દેવામાં આવી ન હતી. સાથોસાથ સભ્યોએ ઉમેર્યુ છે કે છેલ્લી ત્રણ સાધારણ સભામાં કોંગ્રેસના સભ્યો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નો કે પ્રશ્નોત્તરી એજન્ડામાં શા માટે ? લેવામાં નથી આવતી આ પ્રશ્ને વોકઆઉટ કરી શાસકોને ભગવાન સદ્દબુધ્ધિ આપે. બાળકોના શિક્ષણને લગતા પ્રશ્નની ચર્ચા કરવામાં શાસકો કરે છે શા માટે ?