ઘાંઘળી રોડ પર જીતુ વાઘાણીની વિરૂધ્ધમાં રાજપૂત યુવાનોનો ચક્કાજામ : ટાયરો બાળ્યા

964
bvn16112017-7.jpg

ગૌચરની જમીન પચાવી પાડવાના મામલે બુધેલ ગામના પૂર્વ સરપંચ દાનસંગ મોરી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વચ્ચે સમાધાન થયા બાદ પણ હજુ રાજપૂત સમાજ દ્વારા આંદોલનો શરૂ રખાયા છે. જેના ભાગરૂપે આજે રાત્રિના સમયે ભાવનગર-વલ્લભીપુર હાઈ-વે પર ઘાંઘળી રોડ પર રાજપૂત સમાજના યુવાનો દ્વારા ચક્કાજામ કરાયો હતો અને રસ્તા વચ્ચે ટાયરો સળગાવી એકાદ કલાક સુધી રસ્તાઓ બંધ રાખી ચક્કાજામ કરેલ. જેના કારણે ટ્રાફીકજામ થવા પામ્યો હતો.

Previous articleજે.કે. સરવૈયા કોલેજના વિદ્યાર્થીઓ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રની મુલાકાતે
Next articleધંધુકામાં જરૂરીયાતમંદોને કપડા વિતરણ