ગાંધીનગરની જાણીતી સંસ્થા પ્રતિભા એકેડેમી દ્વારા તાજેતરમાં ૭મી ઈન્ટર સ્કૂલ ચેસ ચેમ્પીયનશીપનું આયોજન કરવામાં આવેલ હતું. આ ચેસ ટૂર્નામેન્ટમાં ગાંધીનગરની વિવિધ શાળાઓના ૧૫૦થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં જે. બી. પ્રાથમિક શાળા, સે. ૨૩ વતી એક માત્ર ખેલાડી તરીકે સ્મિત ઠક્કરે ભાગ લઈને અંડર-૧૪માં પ્રથમ નંબર મેળવીને ટ્રોફી મેળવેલ. આ ઉપરાંત તાજેતરમાં બેંગ્લોર ખાતે યોજાયેલ ૨૦મીઓલ ઈન્ડીયા કરાટે ચેમ્પીયનશીપમાં ભાગ લઈ બે બ્રોન્ઝ મેડલ મેળવીને સમાજનું ગૌરવ વધારેલ છે. સમાજના મહાનુભાવો દ્વારા આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવેલ છે.