સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યુ છે કે સેક્સ વર્કરને પણ સેક્સ સંબંધો બનાવવાનો ઇન્કાર કરવાનો અધિકાર છે. સેક્સ વર્કરને પણ ઇન્કાર કરવાનો અધિકાર છે તેમ કહીને સુપ્રીમ કોર્ટે દુરગામી ચુકાદો આપ્યો છે. પાટનગર દિલ્હીમાં વર્ષ ૧૯૯૭માં કરવામાં આવેલા એક ગેંગ રેપ કેસના મામલે ચારેય આરોપને ૧૦ ૧૦ વર્ષન સજા ફટકારતી વેળા સુપ્રીમ કોર્ટે આ તારણ આપ્યા હતા. ૨૮મી જુલાઇ ૧૯૯૭ના દિવસે કટવારિયા સરાય વિસ્તારમાં થયેલ એક ઘટનાના મામલે સુનાવણી કરતી વેળા આ તારણ આવ્યા હતા.
આ ઘટનાના મામલે નીચલી કોર્ટે આરોપઓને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી હત. જો કે દિલ્હી હાઇકોર્ટે પિડિત મહિલાની સામે આ ફરિયાદને મહત્વ આપ્યુ હતુ કે તે સેક્સ વર્કર હતી. તે કરેક્ટરને લઇને નબળી હત. હાઇકોર્ટે મે ૨૦૦૯માં તમામ આરોપીને મુક્ત કરી દીધા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચ્યા બાદ હાઇકોર્ટના ચુકાદાને ફગાવી દેવામાં આવ્યો હતો. સાથે સાથે આરોપીને સજા પૂર્ણ કરવા માટે ચાર સપ્તાહમાં શરણાગતિ સ્વીકારી લેવાની મહેતલ આપી હતી. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે જો કોઇ સેક્સ વર્કર છે ત્યાર પણ તેને સેક્સ સંબંધો બનાવવાનો ઇન્કાર કરવાનો અધિકાર છે. ટ્રાયલ કોર્ટે યોગ્ય ચુકાદો આપ્યો હતો. ટ્રાયલ કોર્ટે આમાં કહ્યુ હતુ કે જો કોઇ મહિલા અનૈતિક કામમાં લાગેલી છે તો પણ આરોપીને આ બાબતના અધિકાર આપી શકાય નહીં કે તે મહિલાની ઇચ્છાની સામે બળાત્કાર ગુજારી દેવામાં આવે. કોર્ટે કહ્યુ હતુ કે જો આ બાબતના પુરાવા છે તો પણ તેને ઇન્કાર કરવાનો અધિકાર છે. પિડિતા સંબંધ બનાવવા ટેવાયેલ છે તો પણ તેને ના કહેવાનો અધિકાર છે. સરળતાથી ઉપલબ્ધ થતી મહિલાની સામે પણ રેપ કરવાનો અધિકાર કોઇને મળતો નથી.