Facebook ફરી થયું હૈક, ૮૧૦૦૦ યૂઝર્સના મેસેજ થયા ચોરી

948

તમામ ડેટા લીક થયા બાદ પણ યૂઝર્સની પ્રાઈવેસીને લઈ ફેસબુક ગંભીર નથી દેખાઈ રહ્યું. છેલ્લા કેટલાએ સમયથી ફેસબુકનો ડેટા લીક થઈ રહ્યો છે, અને વારંવાર તે માફી માંગી લે છે. હવે બીબીસીના એક રિપોર્ટ અનુસાર, લગભગ ૮૧,૦૦૦ યૂઝર્સના પ્રાઈવેટ મેસેજમાં ગાબડુ કરવામાં આવ્યું છે, અને હેકર્સે આ એકાઉન્ટનો ઉપયોગ જાહેરાત માટે કર્યો છે. રિપોર્ટનું માનીએ તો, તમારા મેસેજને બજાર સુધી પહોંચાડવામાં આવ્યા છે અને સાથે તેમાં કેટલાક ફેરફાર પણ કર્યા છે. રિપોર્ટ અનુસાર, ૧૨૦ મિલિયન ફેસબુક યૂઝરનો પ્રાઈવેટ ડેટા છ, હેકર્સ તે ૦.૧૦ ડોલર એટલે કે લગભગ ૭.૨૯ રૂપિયા પ્રતિ એકાઉન્ટ વેચવાનું વિચારી રહ્યો છે. જ્યારે ફેસબુકનો દાવો છે કે, કોઈ પણ પ્રકારનો ડેટા લીક નથી થયો અને આ રિપોર્ટ નિરાધાર છે.

જોકે, ફેસબુકે એ જરૂર માન્યું છે કે, ફેબુક યૂઝર્સનો પ્રાઈવેટ ડેટા વાયરસવાળા એક્સટેન્શન દ્વારા હૈકર્સ સુધી પહોંચ્યો છે.

ફેસબુકે એક્સટેન્શનનું નામ જણાવ્યા વગર કહ્યું છે કે, આવા એક્સટેન્શન દ્વારા હેકર્સ યૂઝર્સની ગતિવિધિઓ પર નજર રાખે છે. એવામાં એ ન કહી શકાય કે, ફેસબુક હેક થયું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હૈક થયેલા એકાઉન્ટમાં મોટાભાગના એકાઉન્ટ યૂક્રેન અને રશિયાના છે. આ સિવાય હૈક થયેલા એકાઉન્ટમાં અમેરિકા, બ્રિટન, અને બ્રાઝિલના લોકોના એકાઉન્ટ સામેલ છે. ડેટા લીક થયા બાદ ઓનલાઈન એક જાહેરાત પણ આપવામાં આવી છે, જેમાં લખ્યું છે કે, એક યૂઝર્સના પૂરા મેસેજનું એક્સેસ માત્ર ૦.૧૦ ડોલર એટલે કે, લગભગ ૭.૨૯ રૂપિયામાં આપવામાં આવશે. આના માટે સેમ્પલ તરીકે ૮૧૦૦૦ લોકોના મેસેજને સાર્વજનિક પણ કરી દેવામાં આવ્યા છે. જોકે, આ જાહેરાત હવે હટાવી દેવામાં આવી છે.

Previous article‘ફેસ ઓફ યમન ક્રાઈસીસ’ ૭ વર્ષની છોકરીનું આખરે કુપોષણને કારણે મૃત્યુ
Next articleનોઈડાની શારદા યુનિ.નો ગુમ થયેલો વિદ્યાર્થી આતંકવાદી સંગઠનમાં જોડાયો