ભારતને મળેલી છૂટ બાદ ટ્રમ્પનું ટિ્‌વટ : આવી રહ્યા છે કડક પ્રતિબંધો

743

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ્ર ટ્રમ્પે ભારતને ભલે ઈરાન પાસેથી તેલ ખરીદવાની છૂટ આપી હોય, પરંતુ અન્ય દેશો માટે તેમનું વલણ કડક રાખ્યું છે. ટ્રમ્પે આજે એક ટિ્‌વટ કરીને કહ્યું કે, અમેરિકા હવે સખ્ત પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યું છે.પહેલા અમેરિકા ઈચ્છતું હતું કે, ભારત સહિત અન્ય દેશ ૪ નવેમ્બરે ઈરાનથી તેલ ખરીદવાનું પુરી રીતે બંધ કરી દે. તે દિવસ બાદ અમેરિકા તરફથી ઈરાન પર પ્રતિબંધ લાગૂ થઇ જશે, પરંતુ હવે અમેરિકા તરફથી ૮ દેશોને રાહત આપવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

અમેરિકાએ આપેલી રાહત કદાચ અમુક દેશોને ન પણ મળે, ટ્રમ્પ તરફથી કરવામાં આવેલી એક ટિ્‌વટથી તેનાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાનું એક પોસ્ટર ટિ્‌વટ કર્યું છે, જેમાં લખ્યું છે, પ્રતિબંધ લાગૂ થઇ રહ્યો છે, ૫ નવેમ્બરે. ટ્રમ્પની ટિ્‌વટથી આગામી ૨ દિવસોમાં પ્રતિબંધોને લઇને મોટો નિર્ણય લઇ શકે છે. છેલ્લા થોડાક સમયથી ટ્રમ્પનું સખ્ત વલણ જોવા મળી રહ્યું છે, ભલે પછી તે ઇરાન પાસેથી તેલ ખરીદવાનો મુદ્દો હોય કે અમેરિકામાં શરમાર્થીઓની એન્ટ્રીસાથે જોડાયેલો મુદ્દો હોય, દરેક નિર્ણયમાં ટ્રમ્પનું વલણ સખ્ત જોવા મળી રહ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટિ્‌વટ વિશે એચબીઓ ચેનલે વિરોધ વ્યક્ત કર્યો છે. ટ્રમ્પે શુક્રવારે ’સેંક્શંસ આર કમિંગ નવેમ્બર ૫’ લખીને તેમના ફોટો સાથે ટિ્‌વટ કર્યું છે. તેમણે ઈરાન પર ૫ નવેમ્બરથી લાગુ થનારા અમેરિકન પ્રતિબંધો વિશે આવું લખ્યું છે.

 

Previous articleસરકાર રામ મંદિર નિર્માણ માટે કાયદો બનાવી શકે : ચેલેમેશ્વર
Next articleરાણપુર શાળામાં સ્વ. દિલીપભાઈની પુણ્યતિથી નિમિત્તે બટુક ભોજન કરાવાયું