કવાટથી ગારિયાધાર જતી એસટી બસમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

882
bvn16112017-3.jpg

ધોલેરા પોલીસ સ્ટાફે નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન વાહન ચેકીંગમાં પૂર્વ બાતમી રાહે કવાટથી ગારિયાધાર જતી એસ.ટી. બસમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
ધોલેરા પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન હે.કો. બહાદુરસિંહ ઉમેદસિંહને ખાનગી રાહે માહિતી મળેલ કે કવાટથી ગારિયાધાર રૂટની સરકારી એસ.ટી. બસ નં.જી.જે.૧૮ ઝેડ ૧૦૪૦માં એક ઈસમ વિદેશી દારૂ લઈ બેઠેલ છે. જે હકીકત આધારે હે.કો. બહાદુરસિંહ ઉમેદસિંહ બાતમી આધારે ધોલેરા પોલીસ સ્ટાફ વોચમાં રહેતા હકીકતવાળી એસ.ટી. બસ આવતા ચેક કરતા ડ્રાઈવર સાઈડની પાછળની ડેકીમાંથી પ્લાસ્ટીકના બે કોથળામાંથી ગોવા કંપનીની પ્લાસ્ટીકની બોટલ નંગ ૯ર કિ.રૂા.૩ર૮પપ તથા મો. ફોન કિ.રૂા.૧પ૦૦ કુલ રૂા.૩૪૩પપના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરીમાં ધોલેરા પો.સ્ટે. પો.સબ. ઈન્સ. એસ.એમ. જાડેજા તથા હે.કો. બહાદુરસિંહ તથા પો.કો. મહિપતસિંહ, નરેશભાઈ, વીરપાલસિંહ તથા પો.કો. કિશોરસિંહ, ગણપતભાઈ, ઘનશ્યામસિંહ, કલ્પેશભાઈ તથા ડ્રા. પો.કો. ભરતભાઈ રોકાયેલ હતા.

Previous articleઘોઘાસર્કલ નજીક ફલેટમાં કાર ઘુસી
Next articleચાર વર્ષથી ગુન્હામાં ફરાર મહુવાનો શખ્સ ઝડપાયો