સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ, સિહોર ખાતે ગાયત્રી પરિવાર ભાવનગર દ્રારા પુસ્તક પ્રદર્શન અને વ્યસન મુકિત પ્રદર્શન યોજાયું. આ બંને પ્રદર્શનનો લાભ વિદ્યાર્થીઓ અને તેમના વાલીશ્રીઓએ લીધો હતો. આ પુસ્તક પ્રદર્શનમાં ૫૦% રાહતદરે પુસ્તકોનું વેચાણ પણ રાખેલ હતું. વ્યસન મુકિત પ્રદર્શન નિહાળી ઘણા બધા વાલીઓએ વ્યસન મુકત થવાનાં શપથ લીધા હતા.