સ્વામિનારાયણ વિધાલય જીઆઈડીસી, ચિત્રામાં ધો. ૧ થી ૮નાં વિધાર્થીઓ માટે રંગોળી સ્પર્ધા તેમજ થાળી સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક વર્ગશિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ ધો. ૧ થી ૮નાં વિધાર્થીઓએ ઉત્સાહ પુર્વક ભાગ લઈ વિવિધ પ્રકારની રંગબેરંગી રંગોળી બનાવી હતી. તેની સાથે આ રંગોળીને દિવડાઓથી શણગારી હતી. વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા નંબર આપેલ. આ સમગ્ર સ્પર્ધાને સફળ બનાવવા આચાર્ય ઘનશ્યામભાઈ મેતલિયાએ જહેમત ઉઠાવી હતી.