વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણા ખાતે આવેલ ભૈવરનાથ મંદિરમાં બિરાજમાન કાલભૈરવદાદા સમક્ષ તા. ૬-૧૧-૧૮ના રોજ (કાળી ચૌદસ) સવારે ૬ કલાકે મહાઅભિષેક, ૭ કલાકે ધ્વજાઆરોહણ, બપોરે ર થી ૪ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી યજ્ઞમાં હાજર રહેશે. ત્યાર બાદ શણગાર સાંજે ૬-૩૦ મહાઆરતી મહા પ્રસાદ ૭ કલાકે મહાયજ્ઞ પ્રારંભ રાત્રે ૮ થી શરૂ થશે. આ મહા યજ્ઞમાં પાલિતાણા ઉપરાંત ભાવનગર જિલ્લામાંથી પણ ભકતો યજ્ઞમાં હાજર રહી ધન્યતા અનુભવે છે. સી.એમ. વિજય રૂપાણી બપોરે યજ્ઞ બાદ જય તળેટી ખાતે શીશ જુકાવશે. ત્યારે બપોરે ૧ વાગ્યા બાદ ભૈરવનાથ ચોકના વેપારીને દુકાનો અમુક કલાક બંધ કરવી પડે છે જે આ વર્ષ તંત્ર દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી ભૈરવનાથ વિસ્તારમાં દુકાનદારોને ચાલુર ાખવા આવે તેવું વેપારી ઈચ્છી રહ્યા છે.