આપણે એવું વિચારીએ કે બે ડગલાં આંખ બંધ કરીને ચાલીએ તો એમાં પણ આપણે કંપારી છૂટે કે એમ કેમ ચલાઇ પણ આ જ અશક્ય વાતને શક્ય ભાવેણા ના જીતે કરી બતાવી છે .ભાવનગર નો જીત જેને અગાઉ વિશ્વના અનેક રેકોર્ડ પોતાના નામે કરેલા છે તે ફરી એક નવો રેકોર્ડ કરવા જઈ રહ્યો છે.પોતાની આંખો ઉપર રૂ તેના ઉપર સ્ટીલની પટી સાથે પાટો બાંધી ને વહેલી સવારે ભાવનગર નીલમબાગ સર્કલ એ મહારાજા સાહેબની પ્રતિમાને ફુલહાર ચડાવી વંદન કરીને પોતાની આંખે પાટા બાંધી ને એક્ટિવા લઈને સફરનો ઇતિહાસ પોતાના નામે અંકિત કરવા ભાવનગરથી મહુવા ના તલગાજરડા તરફ જવા રવાના થયા હતા પોતાના એક્ટિવા ની આગળ પાછળ કોઈ પણ સલામતી માટે બીજા વાહનો રાખ્યા વગર ભાવનગર થી તલગાજરડા આશરે ૧૦૦ કિમી થી વધારે ની સફર બંધ આંખે ખેડીને મહુવા ના તલગાજરડા ખાતે બેઠેલી પૂ.મોરારી બાપુ ની રામકથા માં પહોંચી અને તેને વ્યાસપીઠ અને બાપુના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને એક નવો જ ઇતિહાસ રચી હતો રસ્તામાં ઠેરઠેર આવતા ગામડાઓ માં લોકોના ટોળા આ યુવાનના કરતબ ને જોવા માટે ઉમટી પડ્યા હતા. તેના આ અચંબિત કાર્યથી કથામાં બેઠેલા તમામ લોકો અચરજ પામી ગયા હતા અને પૂજ્ય બાપુ એ જીતની આ કલાને ખૂબ બિરદાવી હતી અને વધુ આગળ નામના મેળવે તેવા આશિષ આપ્યા હતા. આ ભાવેણા ના ગૌરવ અપાવતા યુવાનને કથામાં ઉપસ્થિત શ્રોતાજનો એ તાળીઓ ના ગડગડાટ થી વધાવી લીધી હતી અને સાથે જ પુ બાપુ એ પોતાની આગવી છટા માં આ યુવાનના કાર્યને ખૂબ જ બિરદાવી ને પ્રોત્સાહિત કર્યો હતો.