ભાલ, દરિયાકાંઠાની જમીનો મિઠા-કેમીકલ ઉદ્યોગને ન ફાળવવા માંગ

1414

ભાવનગર જીલ્લામાં ક્ષારયુકત અને બિન ઉપજાવ જમીનો માચ્છીમારી તથા જીંગા ઉછેર સાથે સંકળાયેલા લોકોને ફાળવવાની માંગ સાથે લોકોએ રેલી યોજી જિલ્લા કલેકટરને રજુઆત કરી છે.

ભાવનગર એકવાકલ્ચર એસોસિએશનના ઉપક્રમે જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. રેલી સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના ૧ર ગામના ખેડુતો, દુધ ઉત્પાદકો, ગ્રામજનો પશુપાલકો તથા માછીમારો મોટી સંખ્યામાં જોડાયા હતાં. આ આવેદનપત્રમાં એવા પ્રકારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાવનગર જિલ્લામાં માછીમારી કરતા સેંકડો પરિવારો આજીવીકા માટે અહિ તહી ભટકી રહ્યા હોવા છતા પુરતા પ્રમાણમાં મચ્છી મળતી નથી અને તેઓ આજીવીકાના અભાવે અનેક પ્રકારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે.

આથી આ લોકોને રોજગારી મળે તે હેતુસર ભાલ પંથકમાં આવેલ સેંકડો વિદા જ્ઞારયુકત પડતર જમીન તથા ઘોઘા ગામ આસપાસ આવેલ જમીન મિઠાના ઉદ્યોગકારોને કેમીકલ્સ વ્યવસાયકારોને ન ફાળવવા અને માછીમારો તથા જીંગા ઉછેર કેન્દ્રો માટે ફાળવવા માંગ કરી છે. સનેસ ગામથી જિલ્લા કલેકટર કચેરી સુધી યોજાયેલ આ સ્વરાજ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.

Previous articleટોડા ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો
Next articleસગીરાના દેહના સોદા પ્રકરણે ઝડપાયેલા ચારેય આરોપીઓ ૧૦ દિવસના રિમાન્ડ પર