સારા અલી ખાનની કેદારનાથ રિલિઝ પહેલાં જ વિવાદોમાં

1001

સુશાંત સિંહ રાજપુત અને સારા અલી ખાનની ફિલ્મ કેદારનથનું ટીઝરરીલિઝ કરવામાં આવ્યાના થોડા જ દિવસોમાં વિવાદ શરૂ થાયો છે. ટીઝર લૉન્ચ પછી ઉત્તરાખંડમાં હાજર કેદારનાથના તીર્થ પુરોહિતોની તરફથી તીખી પ્રતિક્રિયા આવી છે.તેઓ કહે છે કે ફિલ્મ હિંદુઓની ભાવનાઓને દુભાવે છે તેથી આ ફિલ્મ પર સંપૂર્ણ રીતે બેનનીજરૂર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેદારનાથ પુજારીઓના એક ઓર્ગેનાઈઝેશન કેદાર સભાના અધ્યક્ષ વિનોદ શુક્લાએ કહ્યું, “જો ફિલ્મ બેન ન થઈ તો અમે આંદોલન કરશું, કારણ કે અમને જાણવા મળ્યું છે કે આ ફિલ્મ લવ જિહાદને પ્રોત્સાહન આપે છે અને તેના કારણે હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે.” કેદારનાથ તે ફિલ્મ છે જેનાથી દિગ્ગજ અભિનેતા સેફ અલી ખાનની દીકરી સારા અલી ખાન પોતાનો બોલીવૂડ ડેબ્યુ કરવા જઈ રહ્યી છે. ફિલ્મનું શૂટિંગ ૨ વર્ષ પહેલાથી કેદારનાથમાં ચાલી રહ્યું હતી. ફિલ્મમાં વર્ષ ૨૦૧૩માં કેદારનાથમાં આવેલા વિનાશ પર આધારિત એક પ્રેમની વાર્તા દર્શાવવામાં આવી છે. અભિષેક કપૂર દિગ્દર્શિત આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત લીડ રોલમાં છે. અહેવાલ અનુસાર, ચેરમેન શુક્લાએ કહ્યું કે પૂજારીઓએ તે સમયે પણ કડક વિરોધ કર્યો હતો જ્યારે કેદારનથની પાસે આ ફિલ્મના અશ્લીલ ગીતોનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.

Previous articleઆલિયા ભટ્ટ પર લાગ્યો ડ્રેસની કોપી કેટનો આરોપ, બ્રાઝિલિયન સુપર મોડલની કરી કોપી!
Next articleસલમાનની ફિલ્મ ભારતમાં યુપીના બાઈકર્સ મોતના કૂવામાં જોવા મળશે..!!