કોહલી હાલના સમયમાં જે કંઈ કરી રહ્યો છે તે અસાધારણ છે : લારા

1513

ક્રિકેટના મેદાન પર સતત નવા કીર્તિમાન સ્થાપિત કરી રહેલ વિરાટ કોહલીના પ્રશંસકોમાં દિગ્ગજ ક્રિકટર બ્રાયન લારા પણ સામેલ થઇ ગયો છે. તેણે કોહલીના ખુબ જ વખાણ કર્યા છે. લારાએ ભારતીય કેપ્ટનને આ સમયે રમતના નેતૃત્વકારનું વિરૂદ આપ્યું છે. લારાએ બેંગલુરૂમાં કહ્યું,’કોહલી હાલના સમયમાં જે કંઇ કરી રહ્યા છે અસાધારણ છે.’

તેમણે કહ્યું,’આમા તેમના દ્વારા રન બનાવવાની ગતિ, ફિટનેસનું ધ્યાન રાખવુ અને ઘણી અલગ-અલગ વસ્તુઓનું ધ્યાન રાખવું સામેલ છે. હાલના સમયમાં રમતના આ નેતૃત્વકર્તાને જોવું ખુબ જ સારૂ છે.’

કૃષ્ણપત્તનમ પોર્ટ ગોલ્ડન ઇગલ્સ ગોલ્ફ ચેમ્પિયનશિપ માટે પહોંચેલા લારાએ કોહલી અને સચિન તેદુલકરની તુલના પર ચર્ચા કરવાથી ઇન્કાર કરી દીધો. લારાએ કહ્યું,’જો તમે સચિન અ્‌ને મારી વાત કરશો તો તમે અમારા વિશે ઘણુ વાંચ્યુ હશે અને તમે ઘણી વાર બંન્નેની તુલના વિશ પણ સાંભળ્યુ હશે. પરંતુ અમારા માટે આ ક્યારેય મહત્વપૂર્ણ રહ્યુ નથી.’

તેમણે વધુમાં કહ્યું,’મને આ વિશે વિશ્વાસ છે કે કોહલી પણ આ વસ્તુઓ પર ધ્યાન આપતા નથી. દરેક કોઇ અલગ-અલગ સમયમાં રમ્યા અને તમારે દરેકનું સન્માન કરવું જોઇએ.

Previous articleઆઈપીએલ : સેહવાગે પંજાબ ટીમના મેંટોર તરીકે રાજીનામું આપ્યું
Next articleઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન ઈયાન મોર્ગને કર્યા લગ્ન