ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ મોહમ્મદ અઝહરુદ્દીને ફરી એકવાર ચૂંટણી જંગમાં ઉતરવાની તૈયારી કરી લીધી છે. પહેલીવાર ૨૦૦૯માં કોંગ્રેસની ટિકિટ પરથી લોકસભાની ચૂંટણી જીતનારા અઝહરુદ્દીન ૨૦૧૯માં પોતાના ગૃહરાજ્ય તેલંગાણાના સિકંદરાબાદમાંથી ચૂંટણી લડવા ઈચ્છે છે. કોલકત્તાના બર્ધવાનમાં એક જાહેરસભાને સંબોધિત કરતા અઝહરુદ્દીને કહ્યુ હતુ કે ચૂંટણી લડવા માટે તેમનો રાજકીય પક્ષોએ સંપર્ક કર્યો છે.
જો બંગાળના લોકોનો આશિર્વાદ રહેશે. તો તેઓ ચૂંટણી જરૂરથી લડશે અને થોડા સમયગાળામાં આના પર નિર્ણય લેશે. તેલંગાણાની સિકંદરાબાદ બેઠક પરથી ચૂંટણી લડવાની મનસા દરાવતા અઝહરુદ્દીને કોંગ્રેસ હાઈકમાન્ડને પોતાની ખ્વાહિશથી અવગત કરાવી દીધું છે. અઝહરુદ્દીન કોંગ્રેસની ટિકિટ પર બે વખત ચૂંટણી લડી ચુક્યા છે.
પહેલીવાર ૨૦૦૯માં લોકસભાની મુરાદાબાદ બેઠક પરથી તેઓ કોંગ્રેસની ટિકિટ પર સાંસદ બન્યા હતા. જ્યારે ૨૦૧૪ની લોકસભાની ચૂટણીમાં અઝહરની રાજસ્થાનની ટોંક-સવાઈ માધોપુર બેઠક પરથી હાર થઈ હતી.