દેશમાં પહેલીવાર ગંગા નદીનાં જળમાર્ગે જહાજ કોલકાતાથી વારાણસી પહોંચશે

1050

વડાપ્રધાન મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીને એક ખાસ ભેટ આપવા જઈ રહ્યા છે. આઝાદી પછી પહેલીવાર કોઈ માલવાહક જહાજ અંતર્દેશીય જળમાર્ગથી વારાસણી પહોંચશે અને તેની સાથે જ વડાપ્રધાન મોદી કાશીમાં બનેલા બહુપક્ષીય ટર્મિનલનું પણ લોકાર્પણ કરશે.

૧૨ નવેમ્બરએ પહેલીવાર રાષ્ટ્રીય જળમાર્ગ-૧ એટલે કે વારાણસી હલ્દિયા જળમાર્ગથી કોલકત્તાથી એમવી આરએન ટૈનોર ખાદ્યપદાર્થો ભરેલા ૧૬ કન્ટેનર સાથે વારાણસી પહોંચશે. આ તકે વડાપ્રધાન મોદી વારાણસીના રામનગરમાં બનેલા બહુપક્ષીય ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ આ અંગે જાણકારી આપી ટ્‌વીટ કરતા લખ્યું છે કે, ભારત માટે આ સપ્તાહના આ સૌથી મોટા સમાચાર છે કે આઝાદી પછી પહેલીવાર આ માર્ગ પર કોઈ જહાજ ચાલ્યું હોય.

ઉલ્લેખનીય છે કે ગંગા પર વારાણસીથી હલ્દિયા વચ્ચે શરૂ થનાર જળ પરવિહન યોજનામાં વારાણસીને કાર્ગો હબ તરીકે વિકસિત કરવામાં આવશે. જેના માટે રામનગરમાં બહુપક્ષીય ટર્મિનલ બનાવવામાં આવ્યું છે અને તેને કાર્ગો હબ તરીકે વિસ્તારમાં આવશે.

Previous articleચીન સાથેના ટ્રેડ વૉરનો અંત લાવવાનો ટ્રમ્પનો સંકેત
Next articleતેજસ્વી સાથે મને લડાવવા માંગતી હતી ઐશ્વર્યા, અમારા પરિવારને કહેતી ’અભણ’ઃ તેજપ્રતાપ