દેના બેંક અને દેના ગુજરાત ગ્રામીણ બેંક અને પી. કે. ચૌધરી મહિલા આટ્ર્સ કોલેજ અને ચૌધરી કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે સતર્કતા જાગરૂકતા સપ્તાહની ઉજવણી અંતર્ગત ભ્રષ્ટાચાર દૂર કરો નવુ ભારત બનાવો વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિદ્યાર્થિનીઓને ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવાની પ્રતિજ્ઞા લેવડાવાઈ હતી. વિજેતા વિદ્યાર્થીઓને દેના ગ્રામીણ બેંક તરફથી રોકડ ઈનામ અપાયા હતા.