પક્ષપલટાના ભૂતાકાળને જોતા ભાજપ સાવચેત : ૧૭ કોર્પોરેટરો અજ્ઞાતવાસમાં 

1427

ગાંધીનગર મહાનગર પાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર સહિતના સત્તાધીશોની વરણી આગામી સોમવારે ધનતેરસના દિવસે સામાન્ય સભામાં થશે. ત્યારે ગાંધીનગર મનપામાં સત્તાધીશોની વરણી સમયે જ પક્ષપલટાના ભૂતકાળને જોતા ભાજપ સાવચેત થઈ ગયું છે. ભાજપમાં ભંગાણ કરીને ધનતેરસના દિવસે જ કોંગ્રેસ ’દિવાળી’ ઉજવી ન નાખે તે માટે મેયર સહિત ભાજપના તમામ ૧૭ કોર્પોરેટરને હાલ અજ્ઞાતવાસમાં લઈ જવાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છ,

ગાંધીનગરના નવા મેયરના નામની જાહેરાત તો ચૂંટણી પછી નહીં કરવા હાઇકોર્ટે જણાવી દીધું છે. પરંતુ નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનની ચૂંટણી ૫મીએ થવાની છે. જોકે ચૂંટણી કરતા પસંદગીનો મામલો રહેવાનો છે, કેમ કે હાલના મેયર કાસ્ટિંગ વોટથી પણ પાસુ પલટવાની સ્થિતિમાં નથી. શુક્રવારે સવારે કોબા કમલમ તમામ કોર્પોરેટર અને સંગઠનના શહેર પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ સહિતના હોદ્દેદારોને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બોલાવ્યા હતા. આ સમયે સિનિયર સભ્યો કાર્તિક પટેલ, નીતિન પટેલ, નાજા ઘાંઘર વગેરેએ કોઇ રજૂઆત નહીં હોવાનું અને પક્ષ જાહેર કરે તે નામ મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન તરીકે માન્ય રાખવાની વાત કરી હતી. આ રીતે કોર્પોરેટરો અને સંગઠનના માણસોનો અસંતોષ બહાર નહીં આવવા દેવાતા તેનો લાભ કોંગ્રેસ ન લઈ જાય તે માટે ભાજપ દ્વારા તમામ કોર્પોરેટર્સને અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે. સોમવારે ચૂંટણી છે ત્યારે ભાજપના સભ્યોમાં નહીં દેખાતી હોદ્દાની ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે છેલ્લી ઘડીએ ગ્રહણની સ્થિતિ આવે નહીં તે માટે તમામને બસમાં સૌરાષ્ટ્ર તરફ લઈ જવાયાની વાત છે. તમામ સભ્યોને ધનતેરસના દિવસે સીધા કોર્પોરેશન પર લવાશે.

૨૦૧૬માં કોર્પોરેશનના સત્તાધીશોની સોગઠાબાજી સમયે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ વખતે પોલીસ દ્વારા વધુ સાવચેતી રાખીને બે ડ્ઢરૂજીઁ સહિત ૧૦૦થી વધુનો પોલીસ કાફલો સભાના દિવસે ગોઠવાશે.૨૦૧૬માં ગાંધીનગર મનપામાં ભાજપ કોંગ્રેસને ૧૬-૧૬ બેઠકો મળતાં ટાઇ પડતા કોંગ્રેસ સભ્યોને બસ ભરીને અજ્ઞાત સ્થળે લઈ ગઈ હતી.ચીઠ્ઠી ઉછાળી સત્તા મળવાની હતી, પરંતુ ભાજપે કોંગ્રેસમાં ગાબડું પાડી કોંગી સભ્ય પ્રવિણ પટેલને પોતાની તરફેણમાં લઇ લીધા હતા.

Previous articleઅમદાવાદમાં રાજપુત સમાજે યુવાનોને રોજગારી માટે ઝીરો ડાઉન પેમેન્ટ પર પ૧ બોલેરો આપી
Next articleગુસ્તાખી માફ