શહેરના કાળીયાબીડ પાણીની ટાંકી પાસે વાધાવાડી તરફ જવાના રોડ પર શ્રિજી ફટાકડા વાળા દ્વારા લગાવવામાં આવેલ વિશાળ કમાનમાં રાત્રીના સમયે ટ્રક નં. જી.જે.૪ ૬૯૭૧ના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા જાહેરાતના કમાનમાં ધૂસી જતા રોડ પર ટ્રાફીક જામ સર્જાયો હતો અને થોડા સમય માટે રોડક બ્લોક થઈ જવા પામ્યો હતો. જેમાં પોલીસે ઘટના સ્થળે દોડી જઈ ટ્રક સાઈડમાં લવડાવી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.