ભાવનગર કલાસંઘ દ્વારા આયોજિત દર વર્ષની જેમ નુતન વર્ષના આરંભે ઘોઘા સર્કલ પર આ વર્ષે પણ રંગોલી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. તેમા ધો. ૧ થી ૪ પ થી ૮, ૯ થી ૧ર અને કોલેજથી ઉપર ઓપન વિભાગમાં રંગોલી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક વિભાગમાં કુલ ૧રર સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ કલરો તથા વિષયો તેમજ અન્ય સામગ્રીથી કલાત્મક રંગોળી પુરી નવા વર્ષને આવકાર્ય્ હતું. આ કલાત્મક રંગોલીને ભાવનગરની જનતાએ ઉમળાકભેર નિહાળી આનંદ માણયો હતો. દરેક ગ્રુપમાં નિર્ણાયક દ્વારા યોગ્ય નિર્ણય લઈ વિજેતા જાહેર કરેલ તથા દરેક વિઝેતાઓને શિલ્ડ તથા પ્રમાણપત્ર તથા દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનીત કર્યા હતાં.