બોટાદ ખાતે જિલ્લા કક્ષાનો મંદબુધ્ધિ  દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલ મહાકુંભ-૧૮ યોજાયો

1108

બોટાદ જિલ્લાનો જિલ્લાકક્ષાનો મંદબુધ્ધિ દિવ્યાંગ ખેલાડીઓ માટેનો સ્પે. ખેલ મહાકુંભ-૨૦૧૮નું આયોજન જીલ્લા રમત ગમત કચેરી બોટાદ દ્વારા કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમનું મેનેજમેન્ટ સ્પે. ઓલમ્પિક ગુજરાત બોટાદ જિલ્લા સમિતિ અને આસ્થા સ્પે. ચિલ્ડ્રન ટ્રેનીગ સ્કુલ દ્વારા સંભાળવામાં આવ્યું હતુ.  જિલ્લા કક્ષાના માનસિક દિવ્યાંગ ખેલાડીઓ માટેના સ્પે. ખેલ મહાકુંભમાં બોટાદ જિલ્લાના તમામ તાલુકામાંથી ૧૭૬ સ્પે ખેલાડીઓએ દોડ, ગોળા ફેંક, સોફ્ટ બોલ થ્રો, બોસી તથા લાંબીકુદ જેવી રમતોમાં ભાગ લીધો હતો. દરેક ઇવેન્ટમાં ગ્રુપ વાઈઝ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવેલ ખેલાડીઓને અનુક્રમે રૂપિયા પાંચ હજાર, ત્રણ હજાર અને બે હજાર તેમજ ટીમ ગેમમાં અનુક્રમે રૂપિયા ત્રણ હજાર, બે હજાર અને એક હજારની રોકડ પુરસ્કાર મળી કુલ રૂપિયા ૪.૭૬ લાખ વિજેતા થયેલા તમામ માનસિક દિવ્યાંગ ખેલાડીઓના બેંક ખાતામાં સરકાર દ્વારા જમા કરવામાં આવશે.  આ કાર્યક્રમમાં નેશનલ સિધ્ધિ મેળવનાર સ્પે એથ્લેટ્‌સ તથા શ્રેષ્ટ શિક્ષક એવોર્ડ મેળવનાર સ્પોટ્ર્‌સ ડાયરેક્ટરનું સન્માન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં પૂર્વ બીઆરસી પ્રભાતસિંહ ડાભી, સ્પે ઓલમ્પીકસ બોટાદ ચેરમેન લાલજીભાઈ કળથીયા, ધર્મેન્દ્રભાઈ વડોદરિયા, હરેશભાઈ ધાધલ, પ્રતિકભાઈ વડોદરિયા તેમજ જીલ્લા રમત ગમત અધિકારી એન.ટી.ગોહિલ, એપીઓ દિનેશભાઈ દિહોરા તેમજ જી. એન્ડ ડી. મેનેજર અને સ્પોટ્‌ર્સ ડાયરેક્ટર, જીલ્લા બાળસુરક્ષા કચેરીના અધિકારી હાજર રહયાં હતા.

Previous articleકલાસંઘ દ્વારા ઘોઘાસર્કલ ફુટપાથ પર ફ્રી રંગોળી સ્પર્ધાનું થયેલુ આયોજન
Next articleડીમોલેશનમાં એકઠા થયેલા બાવળના જથ્થામાં આગ લાગતા ફાયરે બુજાવી