ચીનના હાઇવે પર આજે એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, ચીનના એક હાઇવે પર એક પછી એક વાહનો ધડાકાભેર અથડાતા ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થયા છે અને ૨૭ લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.શનિવારે રાત્રે ચીનના ઉત્તર પશ્ચિમ પ્રાંત ગાનસૂમાં આ દુર્ઘટના ત્યારે બની જ્યારે એક ટ્રક ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા તે એક ટોલ સ્ટેશન પર ઉભા વાહનો સાથે ધડાકાભેર અથડાઇ હતી.
તમને જણાવી દઇએ કે, ગત અઠવાડિયે પશ્ચિમ શહેર ચોંગકિંગમાં એક બસ પુલથી યાંગ્ત્જે નદીમાં ખાબકી હતી, જેમાં ૧૫ લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટનાનો આઠ સેકેન્ડનો એક વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક ડ્રાઇવર અને મહિલા વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ અચાનક બસ પુલથી નીચે પાણીમાં ખાબકી હતી.