ગાંધીનગર જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૧૭ અન્વયે ઉમેદવારોના ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ તથા નિયંત્રણ રાખવા જિલ્લામાં કાર્યરત કુલ ૨૧ સ્ટેટીક સર્વેલન્સ ટીમના અધિકારી-કર્મચારીઓ તથા પોલીસકર્મીઓ સહિતનો તાલીમ વર્ગ યોજવામાં આવ્યો હતો.
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સતીશ પટેલ તથ એક્સપેન્ડીચર મોનીટરીંગ સેલના ચીફ નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી દેવાંગ દેસાઇની ઉપસ્થિતિમાં એસએસટીના ૧૦૪ થી વધુ અધિકારી-કર્મચારીઓને કરવાની થતી કામગીરી અંગે પ્રેઝેન્ટેશન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
એસએસટીના નોડલ અધિકારી મહાવીરસિંહ વાધેલાએ ચૂંટણી પંચના સૂચનો અને પોલીસ દ્વારા કરવાની કામગીરી અંગે આદર્શ કાર્ય પધ્ધતિની વિસ્તૃત સમજ આપી બજાવવાની ફરજો અંગે વાકેફ કર્યા હતા. શંકાસ્પદ રોકડ રકમ ભેટ સોગાદો પડકાય ત્યારે તથા એફઆઇઆર દાખલ કરવા સહિતની એસએસટી અંગે કરવાની કામગીરીની પ્રક્રિયાથી વાકેફ કરી આદર્શ કાર્યપધ્ધતિની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ તાલીમ વર્ગમાં એસએસટીની કામગીરી સાથે સંકાળયેલ એકાઉન્ટીંગ ટીમના નોડલ અધિકારી અને જિલ્લા તિજોરી અધિકારી દર્શન દવે સહિત ૧૦૦થી વધુ અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.