ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (છજીૈં)એ તાજમહેલના પરિસરની અંદર આવેલી મસ્જિદમાં મુસ્લિમોને નમાઝ પઢવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (છજીૈં)એ જણાવ્યું કે, મુસ્લિમો ફક્ત શુક્રવારના દિવસે જ તાજમહેલના પરિસરની અંદર આવેલી મસ્જિદમાં નમાઝ પઢી શકશે. એએસઆઈના અધિકારીઓનું કહેવું છે કે, તેઓ જુલાઈમાં સુપ્રીમ કોર્ટે આપેલા આદેશનું પાલન કરી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે સ્થાનિક પ્રશાસને તાજમહેલની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શુક્રવાર સિવાયના અન્ય દિવસોએ મસ્જિદમાં સ્થાનિક લોકો દ્વારા પઢવામાં આવતા નમાઝ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કારણ કે, શુક્રવારના રોજ સામાન્ય જનતા માટે તાજમહેલ નિહાળવા માટેની છૂટ હોતી નથી. જેથી શુક્રવારના રોજ બપોરે બે વાગ્યા સુધીમાં નિઃશુલ્ક પ્રવેશ આપવાની પરવાનગી આપી દીધી છે.
શુક્રવાર સિવાયના અન્ય દિવસોએ જે સહેલાણીઓએ તાજમહેલ દર્શનની ટિકિટ લીધી હોય તે લોકોને મસ્જિદમાં જવા માટેની પરવાનગી હોય છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (છજીૈં)એ વજૂ ટેન્કને બંધ કરાવીને એક આશ્ચર્યજનક પગલુ ભર્યુ છે. જ્યાં નમાઝ પઢતા પહેલા પોતાની જાતને શુદ્ધ કરવામાં આવે છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનાં આ પગલાને કારણે સહેલાણીઓ નિરાશ થયા છે.
ફક્ત સામાન્ય જનતા નહીં પરંતુ ઈમામ અને મસ્જિદના અન્ય સ્ટાફને પણ ફક્ત શુક્રવારના દિવસે જ મસ્જિદમાં આવવાનું કહેવામાં આવ્યુ છે.
છેલ્લા કેટલાય દશકાઓથી ઈમામ સૈયદ સાદિક અલી તેમના પરિવાર સાધે તાજમહેલના પરિસરમાં આવેલી મસ્જિદમાં નમાઝ પઢતા હતા. જેના માટે તેઓ પ્રતિ મહિને ફક્ત ૧૫ રૂપિયાનું મહેનતાણુ લેતા હતા. ઈમામે પણ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનાં આ આદેશ પર આશ્ચર્ય વ્યક્ત કર્યુ છે.