અડધી રાતથી લાગુ થયો અમેરિકાનો પ્રતિબંધ, ઇરાનના લોકો પર મોંઘવારીનો માર

1037

ટ્રેડ વોરની વચ્ચે અમેરિકાએ ઇરાન પર અનેક પ્રકારના આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે, જે સોમવારે મોડી રાતથી લાગુ થઇ ગયા છે. ઇરાનને ડર છે કે, આ પ્રતિબંધો બાદ રોજિંદું જીવન પહેલાં કરતા વધુ મુશ્કેલ બની જશે. અમેરિકા દ્વારા લગાવેલા પ્રતિબંધ હેઠળ ઇરાનમાં સોમવારે મોડી રાતથી કાચા માલની સમસ્યા ઉભી થવાના કારણે ઉદ્યોગ-ધંધા ઠપ થઇ શકે છે. લાઇફ-સેવિંગ દવાઓની ખરીદી મુશ્કેલ બની છે. એવામાં ઇરાન આવનારી સમસ્યાઓને લઇને ડરેલું અને બેચેન છે.

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ૫ નવેમ્બરના રોજ ઇરાનની વિરૂદ્ધ તમામ પ્રતિબંધ ફરીથી લાગુ કરી દેવામાં આવશે, જેને પરમાણુ સમજૂતીના કારણે હટાવી દેવામાં આવ્યા હતા.

ઇરાનની સાથે પરમાણુ સમજૂતીથી અલગ થયા બાદ ટ્રમ્પે તમામ દેશોને ઇરાન સાથે ક્રૂડની આયાત બંધ કરવા અથવા પ્રતિબંધોનો સામનો કરવાની ચેતવણી આપી હતી.

ઇરાનની એક સ્કૂલમાં અભ્યાસ કરનારા પેચમાન સરફનેજાદ કહે છે કે, હું કલ્પના નથી કરી શકતો કે આટલી ઝડપથી કિંમતો વધશે. મને ચિંતા છે અને સમજણ નથી પડી રહી કે હું શું કરું! અમે બાળકો માટે ચોખા ખરીદવા માટે પણ સક્ષમ નથી અને ભાડું પણ નથી આપી શકતા.

Previous articleહવે તાજમહેલની મસ્જિદમાં શુક્રવાર સિવાય નમાઝ અદા નહીં કરી શકાય
Next articleઆમીર ખાનની ફિલ્મ ૩૦૦ કરોડના ખર્ચે તૈયાર કરાઇ છે