ગૌતમ ગંભીરે સોમવારે દિલ્હીની રણજી ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે અને તેના સ્થાને નિતીશ રાણાને આ જવાબદારી આપવામાં આવી છે. ગંભીરે ટિ્વટ કરીને કહ્યું કે, હવે કોઈ યુવાને કેપ્ટનશીપ આપવાનો સમય આવી ગયો છે અને આ માટે ડીડીસીએ સિલેક્ટર્સને આગ્રહ કર્યો છે કે તે આ ભૂમિકા માટે મારા નામ પર વિચાર ન કરે. હું મેચ જીતવા માટે પાછળથી નવા કેપ્ટનની મદદ કરીશ.’
૨૪ વર્ષના રાણા મધ્યમક્રમના બેટ્સમેન છે જેણે અત્યાર સુધી ૨૪ ફર્સ્ટ ક્લાસ મેચમાં ૪૬.૨૯ની સરેરાશથી રન બનાવ્યા છે. ધ્રુવ શોરેની વાઈસ કેપ્ટન તરિકે નિમણૂક કરવામાં આવી છે. તેમણે અત્યાર સુધી ૨૧ ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા છે.
દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘ (ડ્ઢડ્ઢઝ્રછ)ના એક વરિષ્ઠ પદાધિકારીએ કહ્યું કે, ગૌતમે રાજ્યની ટીમના મુખ્ય સિલેક્ટર્સ અમિત ભંડારીને જણાવ્યું કે, તે કેપ્ટનશીપ છોડવા માગે છે. તેણે કોઈ યુવા ખેલાડીને આ તક આપવા માટે કહ્યું. નિતીશ રાણા ટીમની આગેવાની કરશે અને ધ્રુવ સોરે વાઈસ કેપ્ટન બનશે.