રોસ એજલીએ બ્રિટનની આજુબાજુના સમુદ્ર તરીને વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો

1114

રોસ એજ્લી બ્રિટનની આજુબાજુના સમુદ્ર તરીને પાર કરનારા વિશ્વના પ્રથમ વ્યકિત બની ગયા છે. તેમણે ૧૫૭ દિવસ પાણીમાં રહ્યા બાદ આજે સવારે આ પડકાર પાર કર્યો હતો.

૩૩ વર્ષના એજ્લીએ૧ જૂનથી તરવાની શરૂઆત કરી હતી તેઓ લગભગ ૧૨ કલાક સુધી સમુદ્રમાં તરતા હતા અને તેઓ બોટ પર જ ઉઘતા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, ૧,૭૮૦ માઇલ તરવાને કારણે તેમના શરીર પર માઠી અસર થઇ છે. તેમના ખભામાં દુખાવો થઇ રહ્યો છે. તેમને આ યાત્રા દરમિયાન અનેક મુશ્કેલીઓનું સામનો કરવો પડ્યો હતો.

તેમણે તેમના બ્લોગમાં લખ્યું કે, હું ફરીથી ભૂમિ પર પગ રાખવા માટે આતુર છું અને મારે ફરીથી ચાલતા શીખવું પડશે ૧૦૦થી વધારે દિવસ પાણીમાં રહેવાની કારણે મારા પગ અને શરીરના અન્ય ભાગોમાં દુખાવો થઇ રહ્યો છે.

તેમણે ઓગસ્ટમાં સમુદ્રમાં સૌથી લાંબો સમય સુધી તરવાનો રેકોર્ડ પણ બ્રેક કર્યો હતો આ રેકોર્ડ બેનોટ લિકોમ્ટે ૧૯૯૮માં એટલાન્ટિક સમુદ્ર પાર કરીને બનાવ્યો હતો. નોંધનીય છે કે, રોસ એજ્લીઆ સમગ્ર યાત્રાની ડોક્યુમેન્ટ્રી બનાવતા હતા. આટલું નહી તેમણે ૨ મહિના અગાઉ ૧.૪ ટનની કાર ખેંચીને મેરેથોન પણ પૂર્ણ કરી હતી.

બ્રિટનની આજુબાજુના સમુદ્ર તરીને પાર કરનારા વિશ્વના પ્રથમ વ્યકિત બની ગયા છે. તેમણે ૧૫૭ દિવસ પાણીમાં રહ્યા બાદ આજે સવારે આ પડકાર પાર કર્યો હતો.

Previous articleઆઈપીએલ : હૈદરાબાદને છોડી ધવન દિલ્હી ડેરડેવિલ્સ સાથે જોડાયો
Next articleઇડનમાં અઝહરૂદ્દીનના ઘંટી વગાડવા પર ગૌતમ ગંભીરે ગુસ્સો વ્યક્ત કર્યો