આગામી લાભપાંચમથી રાજ્યની તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓમાં બિન ખેતી પરવાનગી પ્રક્રિયા દ્ગ.છ પરવાનગી ઓન લાઈન કરવામાં આવશે. રાજ્યના મહેસુલ વિભાગે ૨૩ ઓગષ્ટથી આ અંગેનો પાયલોટ પ્રોજેક્ટ અમદાવાદ અને ગાંધીનગરમાં સફળતા પૂર્વક પાર પાડ્યા બાદ હવે તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓમાં પણ તેનો અમલ કરવામાં આવશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી મહિનાથી તમામ જિલ્લા પંચાયતોમાં પણ આવી બિનખેતી પરવાનગી પ્રક્રિયા ઓન લાઈન કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના નિર્ણયથી બિન ખેતી પરવાનગી માટેની અગાઉની જટીલ વ્યવસ્થામાંથી મુક્તિ મળશે તેવી આશા સેવાઇ રહી છે.
આ અંગે સરકારનું કહેવું છે કે પીએમ મોદીના ડિઝિટલ ઇન્ડિયા પ્રોજેક્ટને આ નિર્ણયથી વેગ મળશે. રાજ્યની તમામ ક્લેક્ટર કચેરીઓમાં લાભ પાંચમથી આ ઓનલાઇન દ્ગછ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.
મુખ્યમંત્રીએ સ્વાતંત્ર્ય દિન ૧પ-ઓગસ્ટે બિનખેતી પરવાનગી પ્રક્રિયા ઓનલાઇન કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને પગલે પ્રાથમિક ધોરણે ગત ર૩-ઓગસ્ટથી અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આવી ઓનલાઇન દ્ગછ પ્રક્રિયાનો પાયલોટ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો.
આ બેય જિલ્લામાં છેલ્લા ૩ માસમાં ૧૦૦૦ જેટલી અરજીઓ ઓનલાઇન મળવાની સફળતાને પગલે હવે આગામી લાભ પાંચમથી સમગ્ર રાજ્યની જિલ્લા કલેકટર કચેરીઓમાં બિનખેતી પરવાનગી- દ્ગછ પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવશે.