બોટાદ બ્રાન્ચ કેનાલ રાણપુર ખાતે આવેલ છે તે કેનાલમાંથી પાણી ભાદર નદીમાં પાડવામાં આવે તો ભાદર નદી ઉપર ૧૦ ચેક ડેમ બાંધવામાં આવેલ છે નદી કાંઠાનાં ગામડા ઉપર ચેકમ ડેમ ભરાય તો પીવાનું પાણી પશુ માટે ઘાસચારો કરી ૧પ કરતા વધારે ગામડાઓને બચાવી શકાય એમ છે.
આ વરસે વરસાદ ઓછો હોવાથી બોટાદ બ્રાન્ચ, લીબંડી બ્રાન્ચ, વલ્લભીપુર બ્રાન્ચ મુખ્ય કેનાલોમાં પાણી બંધ કરેલ છે તે તાત્કાલીક ધોરણે ચાલુ કરવામાં આવે તો ખેડૂતો રવિપાકનું વાવેતર સમયસર કરી શકે અન્યથા વિલંબ થાય તો ખેડૂતોને તથા સરકારને ખૂબજ મોટુ નુકશાન જાય તેમ છે. પાણીનાં અભાવે ખેડૂતો સમયસર વાવણી કરી શકે નહીં અને ચણા, ઘઉં, જુવાર, રજકા વગેરે પાકો સમયસર ખેડૂતો વાવી શકે તો ખેડૂતોને મોટી રાહત રહે તેમ છે. માટે રવિ પાક માટે જે પંદર તારીખ પાણી છોડવા માટે નક્કી કરેલ છે તે તાત્કાલીક છોડવા ખેડૂતોની માંગણી છે.