ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં ફેશન ડીઝાઈનીંગ વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓના અભ્યાસના ભાગરૂપેે પેપર કોલાઝ વર્કશોપ યોજવામાં આવ્ય્ હતો. ફેશન ડીઝાઈનીંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અભ્યાસની સાથે આર્થિક રીતે સંપન્ન બને તે હેતુથી પેપર કટીંગ કરીને તેના ઉપર જુદી-જુદી ડીઝાઈન બનાવી ઓરીજનલ વસ્તુઓનો આકાર આપીને વસ્તુઓ કઈ રીતે બનાવવી તેનો વર્કશોપ કોલેજમાં યોજવામાં આવ્યો હતો. જેમાં પેપર કટીંગ ઉપર ડીઝાઈન બનાવવાની રીત અને તેમાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીનો ખ્યાલ આપવામાં આવ્યો હતો.