અનિડા ડેમ પ્રાથમિક શાળાનો કલા ઉત્સવમાં અનોખો  દેખાવ

831

ભાવનગર જિલ્લા કક્ષાનો કલા.ત્સવ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સિદસર ખાતે આયોજન કરવામાં આવેલ. જેમાં વિવિધ ચાર સ્પર્ધાનું જેવી કે કાવ્યલેખન તથા નિબંધસ્પર્ધા તથા ચિત્રસ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં કાવ્યલેખન સ્પર્ધામાં પાલિતાણા તાલુકાનું પ્રતિનિધિ અનિડા ડેમ પ્રા.શાળાના બાળક ડાંગર રાજનભાઈ મનુભાઈ તથા માર્ગદર્શક શિક્ષક ઢીલા હરેશભાઈ કરેલ. જેઓ આ સ્પર્ધામાં સમગ્ર ભાવનગર જિલ્લામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરવા બદલ ડાંગર રાજનભાઈ તથા શિક્ષક ઢીલા હરેશભાઈને ભાવનગર જીલ્લા શિક્ષણાધિકારી  તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ.

સીઆરસી ચૌહાણ જયંતીભાઈ તથા ભીમજીભાઈએ વાળા કે.વ. આચાર્ય મોટી પાણીયાળીએ આ સિદ્ધિ મેળવવા બદલ શાળાના આચાર્ય્‌ તથા શિક્ષકઓ અને ડાંગર રાજનભાઈને અભિનંદન આપેલ. સમગ્ર જિલ્લામાં ઉત્તમ દેખાવ કરવા બદલ શાળાના આચાર્ય ગોહિલ શૈેલેષભાઈ દ્વારા નકુમ અજિતભાઈ તથા વણકર નવીનભાઈ તથા રાજપુત રાજેશભાઈ તથા પટેલ રાનજેન્દ્રભાઈ તથા બારૈયા સામતભાઈ તથા ડાંગર મનુભાઈને સમગ્ર શિક્ષક પરિવારને અભિનંદન આપેલ. આ ઉપરાંત કાવ્ય લેખન સ્પર્ધામાં દ્વીતીય નંબર આવવા બદલ બાળકના પિતા ડાંગર મનુભાઈએ પોતાના બાળકની આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય તથા શિક્ષક પરિવારને આભારની લાગણી વ્યકત કરેલ.

Previous articleપેપર કોલાઝ વર્કશોપ યોજવામાં આવ્યો
Next articleગ્રીનસીટી દ્વારા શહેરમાં જય વસાવડાના હસ્તે વૃક્ષારોપણ