મહુવાતાલુકાના કતપર ગામે ગતમોડી રાત્રે ચાર શખ્શોએ યુવાનને લાકડી, ઘોકા, પાઈપ વડે ઢોરમાર મારી હત્યા નીપજાવાની મૃતક યુવાનના પિતાએ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોધાંવી છે.
પ્રાપ્ત વિગત મુજબ મહુવાના કતપર ગામે રહેતા રાહુલભાઈ બચુભાઈ ઉ.રર ને ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમસંબધ હોય. રાહુલના પિતાએ યુવતીનાં પિતા ભલાભાઈ બારૈયા સાથે લગ્નની વાત ચલાવી હતી. જે બાબતે બંને પક્ષે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદ ગતરાત્રીના ભલાભાઈ બારૈયા સાગર, દિપક અને ભલાભાઈ નો સાળો ભુપને એક સંપ કરી રાહુલભાઈ ના ઘરે જઈ લાકડી, ધાકા અને પાઈપ વડે ઢોર માર મારી ગંભીર ઈજાઓ કરી હત્યા નીપજાવી નાસી છુટ્યા હતા. બાનાવ ઓથી મૃતક રાહુલના પોલીસે ઉપરોક્ત ચારેય શખ્શો વિરુદ્ધ મહુવા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ૩૦ર ની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.