સુપરસ્ટાર શાહરૂખ ખાને કહ્યું છે કે તેને એક વાતનો અફસોસ રહેશે કે તેની એકપણ ફિલ્મને નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો નથી. શાહરૂખે કહ્યું કે તેની કોઇપણ ફિલ્મ કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જેવા ઇવેન્ટસમાં જગ્યા મેળવી શકી નથી. ઉલ્લેખનીય છે કે જીરો ફિલ્મનું ટ્રેલર હાલમાં જ કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (દ્ભૈંહ્લહ્લ)માં દર્શાવવામાં આવ્યું હતું.
શાહરૂખ નેતાજી ઇન્દોર સ્ટેડિયમ ખાતે નિવેદન આપતા કહ્યું કે તેને ફિલ્મ ફેસ્ટિવલમાં ડાન્સ અથવા લોકોનું સ્વાગગત કરવા અને સારી વાત કહેવા માટે બોલાવામાં આવે છે.
દેશના બીજા સૌથી જૂના ફિલ્મ ફેસ્ટિવલમાં અંદાજે ૧૦ હજાર લોકોની ભીડની સામે શાહરૂખે શાલીન અવાજમાં કહ્યું, ‘મે ૭૦થી વધારે ભીડ કરી છે પરંતુ મને એવોર્ડ માટે ક્યારે બોલાવ્યો નથી. એનું એક કારણ એ પણ છે કે હું બહું હોંશિયાર નથી અને બહુ સ્માર્ટ નથી.
શાહરૂખ ખાન ટૂંક સમયમાં અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ સાથે ઝીરો ફિલ્મમાં જોવા મળશે. આ તેની અત્યાર સુધીની સૌથી અલગ ફિલ્મ હશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન ઢીંગણાનો રોલ કરતો જોવા મળશે. ફિલ્મના ટ્રેલરને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ શાહરૂખનની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મમાંથી એક છે.